કોસંબા - સુરત મા મીરઝા ફેમીલી ની કાર બાળવાના પ્રકરણ મા કાર

Signatures:
  1 (Goal: 1,000)

Petitioning: ગુજરાત હીંદુ મુસ્લીમ એકતા કમીટી

Petitioner: JUSTICE INDIA started on November 24, 2017

કોસંબા - સુરત મા મીરઝા ફેમીલી ની કાર બાળવાના પ્રકરણ મા કાર

કોસંબા- સુરત મા મીરઝા ફેમીલી ના કાર બાળવાની ઘટના મા પકડાયેલા ગુનેગારો ને બચાવવામા પોલીસ અને ગંદા રાજકારણીઓ અંત્યંત ગંભીર ભાગ ભજવી રહ્યા હોય ગુજરાત સરકાર ને ગુજરાત હિંદુ અને મુસ્લિમ સમાજ ધ્વારા અપીલ કરવામા આવે છે કે હમો ગુજરાતીઓ ભાજપ અને કોંગ્રેસ નો રાજકારણ રાજકીય મુદ્દાઓ ઉપર લડવા માંગીએ છીએ નહી કે ખુન ખરાબા કે કોઇક ની સંપત્તી ને આગ ચાંપી સમાજ મા અંદરોઅંદર જૂથવાદ અને કોમી રમખાણો કરાવી !!

હમો સરકાર અને ગુજરાત ના ઉચ્ચ પોલીસ અધિકારીઓ થી દેશ મા શાંતિપૂર્ણ માહોલ છવાઈ રહે તેના અનુસંધાન મા આપ સૌને આજીજી કરીએ છીએ કે અમુક ગુંડા તત્ત્વો જે પોતાના ગુનાહ છૂપાવવા હાલ ભાજપ સત્તા મા હોય ભાજપ મા જોડાઈ જઇ પોલીસ ની કાયદાકીય કાર્યવાહી મા રાજકીય નેતાઓ ના દબાણ લાવી જે અડચણ ઉભી કરે છે તેવા ગુંડાઓ, નેતાઓ, અને ભ્રષ્ટાચારી પોલીસ કર્મચારીઓ ના વિરુદ્ધ સી.બી.આઇ તપાસ હાથ ધરી હકીકત જે કંઈ હાથ લાગે તેના અનુસાર કાયદાકીય જોગવાઈ મુજબ ગુનેગારો ને સજા કરાઈ દેશ મા એવો ઉદાહરણ પેદા કરશો કે ભાજપ કે કોંગ્રેસ મા જોડાઈ જવાથી કે પોતાના કર્તવ્ય ગુમાવી ઇમાન વેચી ગુનેગારો ને બચાવવા પ્રયાસ થી કઇ વળતુ નથી પરંતુ ગુજરાત મા અને દેશમા હજુય કાનુન વ્યવસ્થા સ્થીર છે અને અમુક ભ્રષ્ટ અધિકારીઓ ના લઈ કે ગંદા રાજકારણ કે પૈસા ના જોર ઉપર કાનુન પ્રણાલી ને કોઈ ખરીદી શકસે નહી !

દિન 7 (સાત) મા ઉપરોકત વિષય ના અનુસંધાન મા કોઇક પગલા નહી લેવાય તો કદાચ હમો ગુજરાત ની પ્રજા ને એવો એહસાસ થસે કે હવે ગુજરાત મા કાયદાનુ સાસન લાયક કંઇક રહયુ નથી અને આના વિરુદ્ધ પગલા લેવા ગૂજરાત મા ઠેર ઠેર મુહીમ ચલાવી દેશ ની પ્રજા ને જાગૃત કરવાના પ્રયાસ કરાશે.

જય હીંદ